બેંગાલુરુમાં સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ કોર્ટે શુક્રવારે ચૂંટણી બોન્ડ દ્વારા કથિત રીતે જબરજસ્તી વસુલીના એક મામલામાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને અન્યો વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના સહ-અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુની સ્પેશિયલ પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે પગલાં લેવાના નિર્દેશો માંગ્યા હતા.અરજદારે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડ દ્વારા ધાકધમકી આપીને જબરજસ્તી વસુલી કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે બેંગાલુરુના તિલક નગર પોલીસ સ્ટેશનને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ખંડણીના મામલામાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.
-> સુનાવણી 10 ઓક્ટોબર સુધી સ્થગિત :- જનઅધિકાર સંઘર્ષ પરિષદે એપ્રિલ 2024માં 42મી એસીએમએમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ED અધિકારીઓ,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, ભાજપના કર્ણાટકના તત્કાલીન અધ્યક્ષ નલિન કુમાર કાતિલ, બીવાય વિજયેન્દ્ર વિરૂદ્ધ ફરિયાદ
કરી હતી. હતી. ફરિયાદ પર વિચાર કર્યા બાદ કોર્ટે બેંગલુરુની તિલક નગર પોલીસને FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે.
-> અરજદાર વતી વરિષ્ઠ વકીલ બાલને :- દલીલો રજૂ કરી હતી. કેસની સુનાવણી 10 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે.