‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે વિજયાદશમીના અવસર પર નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં બાંગ્લાદેશ, કોલકાતા બળાત્કાર-હત્યા, દેશમાં વધી રહેલી હિંસક ઘટનાઓ, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને સરઘસો પર પથ્થરમારો જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.પોતાના સંબોધનમાં તેમણે ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવાનો મંત્ર પણ આપ્યો હતો. તેમણે અહિલ્યાબાઈ હોલકર અને દયાનંદ સરસ્વતી દ્વારા દેશ સેવા માટે કરેલા કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
-> નબળા રહેવાથી મદદ મળશે નહીં :- સરઘસો પર પથ્થરમારો કરવાના મુદ્દે, તેમણે કહ્યું કે એક વ્યક્તિના દુષ્કૃત્યો માટે સમગ્ર સમુદાયને દોષી ઠેરવતી હિંસા રોષ નથી પરંતુ ગુંડાગીરી છે. તાજેતરમાં વિસર્જન સરઘસ પર પથ્થરમારો થયો હતો. આવું કેમ થયું? પોલીસે આવીને પરિસ્થિતિને સંભાળવી જોઈતી હતી, પરંતુ જ્યાં સુધી પોલીસ નહીં આવે ત્યાં સુધી સમાજે તેની પડખે ઊભા રહેવું પડશે. સમાજે તેનો સખત સામનો કરવો પડશે. કોઈનેય ધમકાવવા જવા ન જોઇએ. જ્યાં સુધી પોલીસ ન આવે ત્યાં સુધી આપણા જીવનની રક્ષા કરવી એ આપણી ફરજ છે.તેમણે વધુમાં કહ્યું કે હું આ વાત કોઈને ડરાવવા માટે નથી કહી રહ્યો. હું આ કોઈની સાથે લડવા માટે નથી કહેતો. પરંતુ સમાજે મજબૂત અને સજાગ રહેવાની જરૂર છે. નબળા રહેવાથી ફાયદો થશે નહીં.
-> મોહન ભાગવતે મહારાણી દુર્ગાવતી, મહારાણી હોલકર અને મહર્ષિ દયાનંદને પણ યાદ કર્યા :- પોતાના સંબોધનમાં તેમણે કહ્યું, “આજે સંઘ 100 વર્ષ પૂરા કરી રહ્યો છે. આ એટલા માટે પણ ખાસ છે કારણ કે મહારાણી દુર્ગાવતી, મહારાણી હોલકર અને મહર્ષિ દયાનંદની 200મી જન્મજયંતિ પણ ચાલી રહી છે. તેમને યાદ રાખવા જરૂરી છે કારણ કે આ લોકોએ દેશ, સમાજ અને સંસ્કૃતિના હિતમાં કામ કર્યુ હતું..”દયાનંદ સરસ્વતીને યાદ કરતાં મોહન ભાગવતે કહ્યું હતું કે, “લાંબી ગુલામી પછી શરૂ થયેલા ભારતના પુનરુત્થાન પાછળ દયાનંદ સરસ્વતીનો હાથ હતો. તમારા મૂળને સમજો અને સમય સાથે સુસંગત વર્તન કરો.