દિવાળીના તહેવાર વચ્ચે મધ્યપ્રદેશના ભોપાલમાં એક પોસ્ટરને લઈને વિવાદ ઉભો થયો છે. આ પોસ્ટર બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવ્યું છે, જેના દ્વારા અપીલ કરવામાં આવી છે કે દિવાળીની ખરીદી હિન્દુ દુકાનદારો પાસેથી જ કરવામાં આવે, સાથે જ અન્ય ધર્મના લોકો પાસેથી સામાન ન ખરીદવા વિનંતી કરવામાં આવી છેભોપાલ શહેરમાં લગાવવામાં આવેલા આ પોસ્ટરો પર લખવામાં આવ્યું છે દિવાળીની ખરીદી તેમની પાસેથી કરો, જેઓ તમારા પૈસાથી દિવાળી મનાવી શકે આ પહેલા ઉત્તર પ્રદેશમાં કાવડિયાઓના માર્ગમાં આવતી દુકાનો પર દુકાન માલિકની ઓળખ છતી કરવા યૂપી સરકારે આદેશ કર્યો હતો, જેના પર હોબાળો થયો હતો. હવે ભોપાલમાં લગાવવામાં આવેલા આ પોસ્ટરો ફરી વિવાદને આમંત્રણ આપી રહ્યા છે.
-> VHPએ પણ આ અનુરોધ કર્યો હતો :- વાસ્તવમાં દિવાળીના તહેવારના પહેલા દિવસે એટલે કે ધનતેરસના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે લોકો સમક્ષ મોટી માંગ મૂકી છે. વિશ્વ હિન્દુ પરિષદના રાજ્ય પ્રચાર વડા જિતેન્દ્ર સિંહ ચૌહાણ કહે છે, “દિવાળી એ સનાતની લોકોનો મોટો તહેવાર છે. તે અયોધ્યામાં શ્રી રામના આગમનનો તહેવાર છે. દરેક હિન્દુના ઘરે દિવાળી ઉજવાઇ શકે તે માટે , તેમની પાસેથી જ સામાન ખરીદો.
-> બજરંગ દળના પોસ્ટર પર ભાજપની પ્રતિક્રિયા :- તે જ સમયે, બજરંગ દળના પોસ્ટર મુદ્દે ભાજપના એક નેતાનું નિવેદન પણ આવ્યું છે. બીજેપી પ્રવક્તા અજય સિંહ યાદવે કહ્યું, “એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવીચૂક્યા છે જેમાં હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. આવી સ્થિતિમાં સામાજિક સંગઠનો તરફથી આવી અપીલો સ્વાભાવિક બની જાય છે.બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અવનીશ બુંદેલાએ બજરંગ દળ દ્વારા કરવામાં આવેલી આ અપીલને ‘શરમજનક’ ગણાવી છે અને મોહન યાદવ સરકાર સમક્ષ કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, “ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની સાથે મળી વિનાશની રાજનીતિ કરી રહી છે.