‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાની જાહેરાતની સાથેજ કેજરીવાલે કહ્યું હતું કે જનતાની અદાલતમાં તેઓ ન્યાય મેળવ્યા બાદજ હવે દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે. આ સાથે તેમણે ચૂંટણી પંચ પાસે માંગ કરી હતી કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની સાથે દિલ્હીમાં પણ વિધાનસભાની ચૂંટણી કરાવવામાં આવે. જો કે કેજરીવાલની આ માંગને અમલમાં મૂકવી ઘણી મુશ્કેલ છે. આ અડચણ પાછળ ઘણા કારણો છે, પરંતુ એક કારણ સૌથી મહત્વપૂર્ણ છે. આવો જાણીએ શું છે તેનું કારણ
-> આ કારણોસર નવેમ્બરમાં ચૂંટણી શક્ય નથી :- મતદારયાદી તૈયાર નથી :- દિલ્હીની મતદાર યાદી હજુ તૈયાર નથી અને તેને તૈયાર થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે. ચૂંટણી પંચે 25 જૂનથી મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરની મતદાર યાદીની પ્રક્રિયા શરૂ કરી હતી. મતદાર યાદીનો અંતિમ ડેટા 20 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો મતદારયાદી તૈયાર થયા બાદ જ જાહેર કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર 20 ઓગસ્ટથી દેશભરમાં મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આમાં દિલ્હી પણ સામેલ છે. સંકલિત ડ્રાફ્ટ રોલ 19મીથી 28મી ઓક્ટોબરની વચ્ચે તૈયાર કરવામાં આવશે અને તે 29મી ઓક્ટોબરે પ્રકાશિત કરવામાં આવશે. આ પછી 28મી નવેમ્બર સુધી દાવા અને વાંધાઓ નોંધવામાં આવશે. આ તમામ દાવાઓ અને વાંધાઓનું 24મી ડિસેમ્બર સુધીમાં સમાધાન કર્યા બાદ 6ઠ્ઠી જાન્યુઆરી 2025 સુધીમાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મતલબ મતદાર યાદી તૈયાર કરવામાં ત્રણ મહિનાનો સમય લાગશે. આ જ કારણ છે કે નવેમ્બરમાં ચૂંટણી મુશ્કેલ લાગી રહી છે.