‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
દિલ્હીના ચાંદની ચોકમાં ચોરોએ ચાંદની ચોક માર્કેટની મુલાકાત લેવા ગયેલા ફ્રેન્ચ એમ્બેસીના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરી લીધો હતો. તાજેતરમાં જ ફ્રાન્સના રાજદૂત ભારતની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમની સાથે આ મોટી ઘટના બની હતી. મામલાની ગંભીરતાને સમજીને પોલીસે તુરંત તપાસ શરૂ કરી હતી અને અનેક શકમંદોની ધરપકડ કરી હતી.ભારતમાં ફ્રાન્સના રાજદૂત થિયરી મથાઉના ફોનની ચોરીની તપાસ બાદ ચાર લોકોની ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમજ ફ્રાન્સના રાજદૂતની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ એક અઠવાડિયા પહેલા તેમનો ફોન ચોરાઈ ગયો હતો.
-> આ કેસમાં 4 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે :- એક અધિકારીએ બુધવારે માહિતી આપી હતી કે મથાઉ અને તેની પત્ની 20 ઓક્ટોબરના રોજ ચાંદની ચોક માર્કેટની મુલાકાત લેવા ગયા હતા. આ દરમિયાન કોઈએ તેના ખિસ્સામાંથી ફોન ચોરી લીધો હતો.. ફ્રેન્ચ દૂતાવાસે 21 ઓક્ટોબરે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. આ પછી પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને પોલીસ કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી.અધિકારીએ જણાવ્યું કે ચારેય આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા છે. તેની ઉંમર 20 થી 24 વર્ષની હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર કેસની તપાસ ચાલી રહી છે.
-> ફ્રેન્ચ એમ્બેસીએ ઓનલાઈન FIR નોંધાવી :- આ ઘટનાને લઇને દિલ્હી પોલીસમાં ઓનલાઈન એફઆઈઆર નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું હતું કે, તેમનો ફોન ચાંદની ચોકમાં જૈન મંદિર નજીકથી ચોરાઈ ગયો હતો. આ પછી પોલીસે આ મામલે કાર્યવાહી કરી અને આરોપીની શોધખોળ શરૂ કરી.