Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

દવાઓની આડઅસર જણાવવાનું ફરજિયાત કરવાનો મામલો, અરજી પર સુનાવણીનો સુપ્રીમનો ઇન્કાર

Spread the love

સુપ્રીમ કોર્ટે તે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે જેમાં ડોકટરો માટે દર્દીઓને દવાઓની આડઅસરો વિશે જણાવવાનું ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે આ માંગણીને અવ્યવહારુ ગણાવી હતી.એડવોકેટ પ્રશાંત ભૂષણ કેરળના એર્નાકુલમના રહેવાસી અરજદાર જેકબ વાડાકનચેરી વતી કોર્ટમાં હાજર થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટને ટાંકીને તેમણે કહ્યું કે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો દવાઓની આડ અસરનો શિકાર બને છે. પ્રિસ્ક્રિપ્શન લખતી વખતે ડોકટરો માટે દરેક દવાની આડઅસરો વિશેની માહિતી રેકોર્ડ કરવી ફરજિયાત બનાવવી જોઈએ.

તેના પર ન્યાયાધીશોએ કહ્યું કે આ રીતે ડૉક્ટર આખા દિવસમાં 10-15થી વધુ દર્દીઓને જોઈ શકશે નહીં. ભૂષણે કહ્યું કે ડોકટરો દવાઓની આડઅસર વિશેની માહિતી પ્રી-પ્રિન્ટેડ ફોર્મેટમાં દાખલ કરી શકે છે. કોર્ટે કહ્યું, “દરેક દર્દીને અલગ-અલગ દવાઓ આપવામાં આવે છે. પૂર્વ-લિખિત ફોર્મેટનું સૂચન પણ વ્યવહારુ લાગતું નથી.”જસ્ટિસ ગવઈએ કહ્યું કે ભારતમાં સ્વાસ્થ્ય કેન્દ્રો પહેલાથી જ ખૂબ ગીચ છે. આવી સ્થિતિમાં, દરેક દર્દીના પ્રિસ્ક્રિપ્શન પર દવાઓની આડઅસર લખવા માટે ડૉક્ટરો કેવી રીતે સમય કાઢી શકે? ડોકટરો પહેલેથી જ નારાજ છે કે તેમનું કામ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ મૂકવામાં આવ્યું છે.


Spread the love

Read Previous

કોચિંગ સેન્ટરો દ્વારા જારી કરવામાં આવતી ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ મૂકવા માર્ગદર્શિકા બહાર પડાઇ

Read Next

7 વર્ષનો બાળક સર્જરી માટે ગયો, ગ્રેટર નોઈડાના ડોક્ટરે ખોટી આંખનું ઓપરેશન કર્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram