ઉત્તરાખંડના જોશીમઠ સ્થિત જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મોટું નિવેદન આપ્યું છે. તેમણે લોકોને અપીલ કરી છે કે જે ગાય માટે ઉભા હોય તેને મત આપો. તેમણે કહ્યું કે તેઓ ગૌહત્યાના સખત વિરોધમાં છે અને જે કોઈ ગાય માટે ઉભા થશે તેને સમર્થન કરશે.શંકરાચાર્યએ કહ્યું હતું કે, ‘મુંબઈમાં ગાયના સન્માન માટેના એક કાર્યક્રમમાં અમે કહ્યું હતું કે જે ગાય માટે ઊભો છે તે અમારો છે. તેને મત આપો. અમે કહ્યું. અમને કોઈ સંકોચ નથી. જેઓ ગાયના હત્યારા છે, તેમને અમે વિના સંકોચે કસાઈ કહીએ છીએ અને જેઓ ગાયો માટે ઉભા જોવા મળે છે તેમને ખચકાટ વગર અમે ભાઈ કહીએ છીએ. . અમે પાર્ટી નથી જોઈ રહ્યા, અમે જોઈ રહ્યા છીએ કે ગાય માટે કોણ ઊભું છે.
આ દરમિયાન તેમણે કોઈનું નામ લીધા વિના ભારતીય જનતા પાર્ટી (BJP) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું . તેમણે કહ્યું, ‘વાત એ છે કે હિંદુ તો ભરોસો કરે છે. જ્યારે લોકોએ અમને કહ્યું કે તેઓ ગૌ ભક્ત છે અને જો તમે અમને ચૂંટશો તો અમે ગાય માતા માટે કામ કરીશું તો અમે વિશ્વાસ સાથે ત્રણ વખત ચૂંટ્યા અને પદ અપાવ્યું, પરંતુ અમારી માતાનું કામ ન થયું, તેના બદલે ગૌહત્યા વધી અને ગૌમાંસની નિકાસ વધી. સ્થિતિ એવી બની કે ભારત જેવા દેશ કે જેને ગાય પૂજક દેશ માનવામાં આવે છે તેણે આટલા મોટા પ્રમાણમાં ગૌમાંસની નિકાસ શરૂ કરી. આવી સ્થિતિમાં કોના પર વિશ્વાસ કરવો તે વિચારવું પડશે.શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વધુમાં કહ્યું કે અમે પ્રતિજ્ઞા લીધી છે કે શપથ પહેલા ગાય માટે ઉદધોષણા કરશે અમે તેને જ વોટ કરીશું..
જો તે શપથ પહેલા કરેલી ઘોષણાનો ભંગ કરશે તો અમે ગોહત્યાના બોજમાંથી મુક્ત થઈશું કારણ કે હવે જો અમને ટેકો આપનાર પક્ષ જીતશે તો અમે પણ તેના ભાગીદાર બનીશું.તેમણે એમ પણ કહ્યું, ‘શું ભાજપ વિરોધી હોવું એ દોષ છે? કોંગ્રેસ ભાજપની વિરુદ્ધ છે. તમે કોંગ્રેસના નેતાને સંસદમાં બેસાડીને વિપક્ષના નેતા બનાવ્યા છે. જ્યારે તે ઉભા થાય છે, ત્યારે તેમને બોલવા માટે સમય આપવામાં આવે છે.. શું કોંગ્રેસી હોવું ગુનો છે, શું ભાજપનો કાર્યકર હોવો ગુનો છે, શું ભાજપ વિરોધી હોવો ગુનો છે? ભાજપ સિવાય એવા કેટલા પક્ષો છે જેઓ ઇન્ડિયા ગઠબંધનમાં જોડાયા છે? તમામ પક્ષો ભાજપનો વિરોધ કરે છે તેથી ભાજપનો વિરોધ કરવો એ ખોટુ નથી. જેં કઇ ખોટુ થતું હોય તેને લઇને કોઈ પણ નિર્દેશ કરી શકે છે. ભારતની લોકશાહીએ અધિકારો આપ્યા છે.