છેલ્લા કેટલાક દિવસોથી આંધ્રપ્રદેશના તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો ગરમાયેલો છે. મંદિરના મહાપ્રસાદ ‘શ્રીવારી લાડુ’ વિશે દ્વારકા શારદાપીઠના જગદ ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ તેમની પ્રતિક્રિયા આપી છે. એમપીના સિવની પહોંચેલા સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે કહ્યું કે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિશે જાણકારી મળી રહી છે. તેને સાંભળીને ઘણું દુઃખ થયું છે. પ્રસાદ આપણી સંસ્કૃતિ અને પરંપરા છે. તેની પવિત્રતા જાળવવી ખૂબ જ જરૂરી છે.
શંકરાચાર્યએ કહ્યું કે આપણી ધાર્મિક વ્યવસ્થામાં ભેળસેળ કરવી, ઘીમાં લાડુમાં ભેળસેળ કરવી, આ ગુનો કેમ થયો અને કેટલા દિવસ સુધી ચાલતો રહ્યો. ત્યાંના સંચાલકોએ ધ્યાન કેમ નહોતું આપ્યું. આ તમામ બાબતો પર બહુ વિચારવાની જરૂર છે. તિરુપતિ મંદિરના સંચાલકોએ તરત જ આ ભૂલને સુધારી લેવી જોઇતી હતી. . ભવિષ્યમાં આવી ઘટના ન થાય તેના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.
-> સરકારનું કામ નથી મંદિર સંચાલન :- સિવનીમાં શંકરાચાર્યએ કહ્યું કે મંદિરમાં કોને શું કરવું જોઈએ તે શાસનનું કામ નથી. રાજકીય લોકોનું કામ નથી. મંદિરોનું સંચાલન કરવું ધર્મનો વિષય છે તેનો નિર્ણય ધર્માચાર્યો જ લેશે. જો તિરુપતિ બાલાજી મંદિરનું સંચાલન કોઈ મહાત્મા અથવા ધર્માચાર્ય પાસે હોત, તો આ ભૂલ ક્યારેય ન થઈ હોત. આ બધામાં સુધારો થવો જોઈએ. સાચા દૂધ અને ખોટા દૂધ, સાચા ઘી અને ખોટા ઘીની જેમ સાચા હિંદુ અને ખોટા હિંદુની ઓળખ થવી જોઈએ.