Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

‘તાનાશાહ પણ ઝુકી જાય છે, બસ ઝૂકાવનાર જોઇએ’ આપ નેતા સંજય સિંહે પીએમ મોદી પર સાધ્યું નિશાન

Spread the love

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળેલી જામીનને સત્યની જીત ગણાવી. સંજય સિંહે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું છે કે તાનાશાહો ઝૂકી જાય છે, બસ કોઇ ઝુકાવનાર જોઇએઆમ આદમી પાર્ટીના સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય સિંહે કહ્યું કે ગઈકાલે એટલે કે શુક્રવારે (13 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન અને તેમાં લખેલી બાબતો સાબિત કરે છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ તેમની વિરુદ્ધ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું કાવતરું હતું.

–>’AAP’ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં મજબૂત રીતે ઊભી રહી: સંજય સિંહ :- વરિષ્ઠ નેતા સંજય સિંહે કહ્યું કે, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટે એ જ કહ્યું જે અમે પહેલા દિવસથી કહી રહ્યા છીએ. જ્યાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ઉદ્દેશ્ય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને કોઈપણ રીતે ખતમ કરવાનો અને ધારાસભ્યોને તોડવાનો છે. તેમણે કહ્યું કે AAP અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં મજબૂત રીતે ઉભી છે. અમિત શાહ અમને ન તો દિલ્હીમાં તોડી શક્યા, ન પંજાબમાં, ન તો MCDમાં.

–> ‘અરવિંદ કેજરીવાલે જેલની દિવાલો પાછળ લડવાનું સ્વીકાર્યું’ :- AAP સાંસદ સંજય સિંહે વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલે જેલની દિવાલો પાછળ હિંમત સાથે લડવાનું સ્વીકાર્યું. પરંતુ, માથું નમાવવાનું સ્વીકાર્યું નહીં. તેમણે કહ્યું કે તાનાશાહ ઝૂકે છે, ઝૂકાવનારની જરૂર છે. જે એક નેતા નરેન્દ્ર મોદીને ઝુકાવી શકે તેમ છે તે અન્ય કોઈ નહીં પણ અરવિંદ કેજરીવાલ છે. તપાસ એજન્સીએ અરવિંદ કેજરીવાલના ઘરેથી, મનીષ સિસોદિયાના ઘરેથી કે મારા ઘરેથી એક પણ પૈસો વસૂલ કર્યો નથી. પરંતુ અસત્યનો પહાડ ઉભો કરવામાં આવી રહ્યો છે. ત્યાં કોઈ તથ્યો નથી, કોઈ પુરાવા નથી, માત્ર સરમુખત્યારશાહી છે.


Spread the love

Read Previous

અમદાવાદ પોલીસે PM મોદીની શહેર મુલાકાત માટે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી

Read Next

કેજરીવાલની જેલમાંથી મુક્તિ બાદ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવાનો મામલો, દિલ્હી પોલીસે દાખલ કરી FIR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram