નવા વર્ષની ઉજવણી માટે માંડવી બીચ પર ફરવા આવેલા પિતા-પુત્રના ડૂબી જતા મોત નીપજ્યાં છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોક પ્રસરી જવા પામ્યો છે.
માંડવી: હાલ દિવાળીની રાજાઓનો માહોલ જામ્યો છે ત્યારે દુર દુર થી લોકો દરિયાકિનારે ફરવા માટે આવે છે. અને દરિયામાં ન્હાવાનો આંનદ ઉઠાવે છે ત્યારે. નવા વર્ષની ઉજવણી માટે કચ્છના માંડવી બીચ પર ફરવા આવેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
પિતા-પુત્રનું ડૂબવાથી મોત
મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક 37 વર્ષીય કિશન મહેશ્વરી તેમના 13 વર્ષીય પુત્ર ડેનિસ અને અન્ય ત્રણ પરિવારજનો સાથે કચ્છના માંડવી બીચ પર રવિવારે ફરવા આવ્યા હતા. ત્યારે બપોરે 4 વાગ્યાના અરસામાં સૌ વિન્ડફાર્મ નજીક સ્વામિનારાયણ હોલી બીચ સામે સમુદ્રમાં નહાતાં હતાં તે સમયે એકાએક ડેનિસ ડૂબવા લાગ્યો હતો પુત્રને ડૂબતો જોઈને પિતા કિશનભાઈ તેને બચાવવા ગયાં હતાં. પરંતુ પુત્રને બચાવવા જતા પિતા અને પુત્રનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.. તહેવાર ટાણે સર્જાયેલી આ દુ:ખદ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઇ છે.
આ પણ વાંચો : ભાવનગરના પાલિતાણામાં રખડતા ઢોરના ત્રાસથી ખેડૂતનો જીવ ગયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે