‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા પ્રથમ તબક્કાના મતદાનની વચ્ચે રાહુલ ગાંધીએ ‘ઇન્ડિયા’ ગઠબંધનને મત આપવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ‘ઇન્ડિયા’ માટે મત આપો, અમે દેશને અન્યાયના યુગમાંથી બહાર લાવીશું.રાહુલ ગાંધીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના મારા ભાઈઓ અને બહેનો, આજે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો છે અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. આ તમારા બધાના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે, જમ્મુ-કાશ્મીરનું અપમાન છે.
-> કાશ્મીરની જનતાને રાહુલ ગાંધીનું વચન :- રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ‘ઇન્ડિયા’ માટે આપેલો દરેક મત તમારો અધિકાર પરત કરશે. જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનશે તો રોજગારનું પૂર આવશે. ઇન્ડિયા માટે મતદાન કરવાથી કાશ્મીરની મહિલાઓ મજબૂત થશે અને તમને અન્યાયના સમયગાળામાંથી બહાર લાવશે. રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરની જનતાને વચન આપ્યું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો જમ્મુ-કાશ્મીર ફરી એક વાર સુખી રાજ્ય બનશે. રાહુલ ગાંધીએ કહ્યું- આજે મોટી સંખ્યામાં તમારા ઘરની બહાર આવો, તમારા લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરો અને ‘ઇન્ડિયા’ માટે મત આપો.
-> પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન :- 5 ઓગસ્ટ, 2019 ના રોજ, જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A દૂર કરવામાં આવી હતી. ત્યારથી, જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો દુર થયો અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર ચૂંટણી થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરની 24 સીટો પર પહેલા તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન 7 જિલ્લાના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 24 બેઠકો માટે કુલ 219 ઉમેદવારો મેદાનમાં છે. 60 લોકોએ ઉમેદવારી પાછી ખેંચી છે.