‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
કેનેડાની જસ્ટિન ટ્રુડોની સરકારની નવી વિઝા નીતિ કેનેડાને મોટુ આર્થિક નુકસાન પહોંચાડશે. આ પોલિસી વિશે કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે કેનેડાને અબજો ડોલરનું નુકસાન સહન કરવું પડશે. આ નવી ઈમિગ્રેશન પોલિસીની અસર કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ પર પણ જોવા મળશે. ઇન્ટરનેશનલ કન્સલ્ટન્ટ્સ ફોર એજ્યુકેશન એન્ડ ફેર્સ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફ્કત આ નીતિને કારણે આગામી બે વર્ષમાં ઑન્ટેરિયોને 1 બિલિયન કેનેડિયન ડૉલરનું નુકસાન થવાની ધારણા છે.
-> ભારતીય વિદ્યાર્થીઓને પણ અસર થશે :- કેનેડામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે. કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને નિયંત્રણમાં લેવા ઘણી નીતિઓ લાગુ કરી છે. આમાં સૌથી મહત્ત્વનું કદમ વિદેશી નોમિનેશનની મર્યાદા છે. જેના કારણે વર્ષ 2024માં નવી સ્ટડી પરમિટમાં 35 ટકાનો ઘટાડો થશે. વર્ષ 2025માં વધુ 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે. તે જ સમયે, સ્ટડી પરમિટ માટે, વિદ્યાર્થીઓએ 20 હજારથી વધુ કેનેડિયન ડોલરની બચત કરવાની જરૂર રહેશે.
-> એકલા ઓન્ટેરિયોને સૌથી વધુ નુકસાન થયું છે :- ટ્રુડોની નવી વિઝા પોલીસી કેનેડાને વર્ષે 85 હજાર કરોડનું નુકસાન પહોંચાડે તેવો અંદાજ છે. કેનેડાના કુલ વિદ્યાર્થીઓમાંથી 40 ટકા વિદ્યાર્થીઓ એકલા ઓન્ટારિયોમાં રહે છે. આ ઈમિગ્રેશન પોલિસીની અસર અહીં સૌથી વધુ જોવા મળશે. કાઉન્સિલ ઑફ ઑન્ટારિયો યુનિવર્સિટીઝના પ્રેસિડેન્ટ અને સીઈઓ સ્ટીવ ઓરસિનીના જણાવ્યા અનુસાર, આ નીતિ ફેરફારોને કારણે ઑન્ટારિયો યુનિવર્સિટીઓને 2024-25માં 300 મિલિયન કૅનેડિયન ડૉલર અને 2025-26માં 600 મિલિયન કૅનેડિયન ડૉલરનો ખર્ચ થશે, કારણ કે ઓન્ટારિયોની સંસ્થાઓને સરકાર તરફથી ખુબજ ઓછુ ફંડિંગ મળે છે અહીંની સંસ્થાઓ મોટેભાગે વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા મળતી ફી પર જ નિર્ભર છે.