Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે સુપરસ્ટાર રજનીકાંતના આલીશાન ઘરમાં ઘુસી ગયું પાણી, જુઓ વીડિયો

Spread the love

ચેન્નાઈમાં હાલમાં ભારે વરસાદનો સમય છે. સમગ્ર વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ છે. ભારે વરસાદ અને પૂરના કારણે રસ્તાઓ અને શેરીઓ ઘૂંટણ ઊંડે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આવી સ્થિતિમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો આલીશાન બંગલો પણ આનાથી બચી શક્યો નથી. પોઈસ ગાર્ડનમાં આવેલો તેમનો આલીશાન બંગલો પણ ભારે વરસાદની ઝપેટમાં આવી ગયો હતો જેના કારણે તેમના ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા.

-> રજનીકાંતના ઘરમાં પાણી ઘૂસી ગયા :- અભિનેતાનો આ આલીશાન બંગલો શહેરના મુખ્ય સ્થળોમાંથી એક માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અને તસવીરોમાં રજનીકાંતના લક્ઝુરિયસ વિલાની આસપાસ પાણી ભરાયેલું જોવા મળે છે. આ વિસ્તાર ટેનામપેટના પોશ વિસ્તારમાં આવે છે, જ્યાં ઘણી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ રહે છે.એવા અહેવાલ છે કે અભિનેતાના સ્ટાફ સભ્યોએ પૂરને કારણે ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. ચેન્નાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી

અને ડ્રેનેજનું કામ શરૂ કર્યું હતું પરંતુ ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે સ્થિતિ યોગ્ય રીતે કાબૂમાં આવી શકી નથી.તમને જણાવી દઈએ કે, તમિલનાડુમાં ઉત્તર-પૂર્વ ચોમાસાના કારણે ચેન્નાઈ અને અન્ય વિસ્તારો પૂર અને વરસાદથી ખરાબ રીતે પ્રભાવિત છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ઘણી ટ્રેનો પણ રદ કરવી પડી હતી.


Spread the love

Read Previous

ઈન્ડિયન આઈડલ 15: પાકિસ્તાની ગાયકની નકલ કરવા બદલ સ્પર્ધક પર ગુસ્સે વિશાલ દદલાની, ગુસ્સામાં ક્લાસ લીધો

Read Next

તમારા દિવાળીના પ્રસાદમાં બૂંદીના લાડુનો સમાવેશ કરો, જાણો તેને બનાવવાની સરળ રીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram