‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
બુલેટિન ઈન્ડિયા ગાંધીનગર : ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં જ એક વહીવટી પગલારૂપે જાહેર હિતમાં ડો.(એમ.એસ.) નીરજા ગોત્રુ, આઈપીએસ (જીજે:૧૯૯૩)ની તાત્કાલિક અસરથી બદલી કરી છે. અગાઉ ગાંધીનગરમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનિંગ) તરીકે ફરજ બજાવતા ડો.ગોત્રુની હવે પોલીસ ભરતી બોર્ડ.
ગાંધીનગર ખાતે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની ખાલી પડેલી એક્સ કેડરની જગ્યા પર નિમણૂક કરવામાં આવી છે.પોલીસ મહાનિર્દેશક, પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગરની પૂર્વ કેડરની જગ્યાને અતિરિક્ત પોલીસ મહાનિર્દેશકને ડાઉનગ્રેડ કરીને આ પદનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ડો.ગોત્રુ ગાંધીનગરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનિંગ) તરીકેની તેમની અગાઉની ભૂમિકાનો હવાલો આગામી આદેશો બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી જાળવી રાખશે.આ આદેશ ગુજરાત સરકાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે ગુજરાતના રાજ્યપાલના નામે કર્યો હતો.