‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
બુલેટિન ઈન્ડિયા ગાંધીનગર : ચોમાસુ ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી માત્ર હળવો વરસાદ વરસી રહ્યો છે. જો કે ભારતીય હવામાન વિભાગે હવે 23 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી શેર કરી છે. દરમિયાન, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માત્ર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારો શુષ્ક રહેવાની સંભાવના છે.
–> હવામાન ચેતવણી :
-> 23 સપ્ટેમ્બર :- દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
-> 24 સપ્ટેમ્બર :- સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
-> 25 સપ્ટેમ્બર :- વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સુરત, ડાંગ, નવસારી, અને તાપીમાં ભારે વરસાદની સંભાવના છે.
-> 26 સપ્ટેમ્બર :- ડાંગ, નવસારી, વલસાડ, અને દમણમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, સુરત અને તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અને દીવ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
-> 27 સપ્ટેમ્બર :- ગુજરાતભરમાં અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલી સહિતના છૂટાછવાયા સ્થળોએ તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, અને દીવ જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
-> 28 સપ્ટેમ્બર :- ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, અને મહિસાગર સહિતના છૂટાછવાયા સ્થળોએ તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે.