‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
બુલેટિન ઈન્ડિયા સુરત : ભારતીય હવામાન વિભાગે (IMD) પોતાની તાજેતરની આગાહીમાં આગામી 48 કલાક સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને યલો વોર્નિંગ જાહેર કરી છે. આઇએમડીના તાજેતરના બુલેટિન અનુસાર, એક ઓફશોર ટ્રફ, નીચા દબાણની લાઇન, ગુજરાતના દક્ષિણ કિનારાથી કેરળના મધ્ય કિનારા સુધી ફેલાયેલી છે. દક્ષિણ ગુજરાત પર સમુદ્ર સપાટીથી ૩.૧ કિલોમીટરની ઉંચાઈએ સાયકલોનિક સરકયુલેશન પણ આવેલું છે.
આગામી 24 કલાક દરમિયાન 11મી સપ્ટેમ્બરે સવારે 8:30 કલાકે પુરા થતાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અને દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ હેઠળ છે. દરમિયાન યલો વોર્નિંગ હેઠળ રહેલા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, અને વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે.
11મી સપ્ટેમ્બરે ગુજરાત પ્રદેશના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અને દમણ અને દાદરા નગર હવેલી સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.12મી સપ્ટેમ્બરથી 16મી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આઇએમડી દ્વારા કરવામાં આવી છે.