‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમને હટાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે જુનિયર ડોક્ટરોને આમરણાંત ઉપવાસ સમાપ્ત કરવા અને કામ પર પાછા ફરવાની અપીલ પણ કરી છે. જો કે, મુખ્યમંત્રીની વિનંતી છતાં, ન્યાય અને કાર્યસ્થળની સલામતીની માંગ સાથે આમરણાંત ઉપવાસ ચાલુ છે.
-> બે અઠવાડિયાથી વધુ સમયથી ભૂખ હડતાળ :- ભૂખ હડતાળ પર બેઠેલા અનેક તબીબોની હાલત કફોડી બની રહી છે. ભૂખ હડતાળ પર બેઠેલા છ ડોકટરો હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે અન્ય આઠ અનિશ્ચિત સમયના ઉપવાસ પર છે.
-> 16માં દિવસે ઉપવાસ ચાલુ રહેશે :- ધર્મતલામાં 16 દિવસથી જુનિયર ડોક્ટરો ઉપવાસ પર છે. અગાઉ શનિવારે સાંજે, મુખ્યમંત્રીએ આંદોલનકારી ડોકટરો સાથે વાત કરવા માટે રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતને સ્થળ પર મોકલ્યા હતા. સોમવારે સચિવાલયમાં ડોક્ટરોને પણ વાતચીત માટે બોલાવવામાં આવ્યા હતા. પંત સ્ટેજ પર પહોંચ્યા અને ડોક્ટરોની મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરાવી હતી.. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હું ઉપવાસ ખતમ કરવાની અપીલ કરું છું. વાત કરવા આવો. અમે અમારી ક્ષમતા મુજબ પ્રયાસ કરી રહ્યા છીએ. લગભગ તમામ માંગણીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્રણથી ચાર મહિનાનો સમય આપો. હોસ્પિટલોમાં ચૂંટણી કરાવાશે. કૃપા કરીને ઉપવાસ સમાપ્ત કરો. કામમાં લાગી જાવ.જો કે, વિરોધ કરી રહેલા ડોકટરોએ જ્યાં સુધી તેમની તમામ માંગણીઓ સંતોષવામાં ન આવે ત્યાં સુધી તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સોમવારે વાટાઘાટોમાં જોડાવા માટે સંમત થયા હતા.
-> CMએ શું કહ્યું? :- મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ આરોગ્ય સચિવ નિગમને હટાવવા સિવાય આંદોલનકારીઓની તમામ માંગણીઓ સાથે સંમત છે. આરોગ્ય વિભાગમાંથી એક સાથે તમામ અધિકારીઓને દૂર કરી શકાય નહીં. ઘણા અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ સોમવારે સાંજે 5 વાગ્યે નવન (સચિવાલય) ખાતે આંદોલનકારીઓને વાટાઘાટો માટે બેઠકનો સમય આપ્યો હતો. પરંતુ એવું પણ કહેવામાં આવ્યું હતું કે આંદોલનકારીઓના પક્ષમાંથી માત્ર 10 પ્રતિનિધિઓ જ આવવા જોઈએ.