‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનને લઈને અમેરિકામાં હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના તમામ નેતાઓ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. હવે BSP ચીફ માયાવતીએ અનામત અંગે કોંગ્રેસ નેતાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધીથી સાવધ રહેવાની સલાહ આપી છે.
માયાવતીએ કહ્યું કે, ‘કેન્દ્રમાં લાંબા સમય સુધી સત્તામાં રહીને કોંગ્રેસ પાર્ટીની સરકારે ન તો ઓબીસી અનામતનો અમલ ન કર્યો ન જાતિ ગણતરી કરાવી..હવે તે જાતિ ગણતરીની આડમાં સત્તામાં આવવાના સપના જોઈ રહી છે. તે આગળ ક્યારેય જાતિય જનગણના નહીં કરાવી શકે
બસપા સુપ્રીમોએ કહ્યું, ‘હવે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીના આ નાટકથી સાવધાન રહો જેમાં તેમણે વિદેશમાં કહ્યું છે કે જ્યારે ભારત વધુ સારી સ્થિતિમાં હશે ત્યારે અમે SC, ST, OBCની અનામત ખતમ કરીશું. આનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ વર્ષોથી અનામત ખતમ કરવાનું ષડયંત્ર રચી રહી છે.મહત્વનું છે કે રાહુલ ગાંધીએ અમેરિકામાં એક નિવેદન આપતા કહ્યું હતું કે કોંગ્રેસ આરક્ષણ ખતમ કરવાનું ત્યારે વિચારશે જ્યારે તે માટે યોગ્ય સમય આવશે.. આ સમય આરક્ષણને ખતમ કરવાનો નથી.