અમેરિકામાં યોજાયેલી ક્વાડ સમિટ બાદ સભ્ય દેશોના નેતાઓએ કેન્સર મૂનશોટ ઇવેન્ટમાં સામેલ થયા. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કેન્સર નિવારણ માટે $7.5 મિલિયનના પેકેજ અને 4 કરોડ વેક્સિનના ડોઝની જાહેરાત કરી.. ત્યારે આવો જાણીએ કે કયા છે કેન્સર મૂનશોટ પ્રોગ્રામ શું છે અને ભારતમાં તેનો શું ફાયદો હશે.
કેન્સર મૂનશોટ પ્રોગ્રામ શું છે?
કેન્સર મૂનશોટ કાર્યક્રમ મુખ્યત્વે કેન્સર સામે લડવા માટે બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો હેતુ કેન્સર સંશોધનમાં પ્રગતિ ઝડપથી લાવવાનો, વધુ સહકાર પ્રોત્સાહિત કરવાનો અને કેન્સર સંબંધિત માહિતીના આદાન-પ્રદાનમાં સુધારો કરવાનો છે. તે દર્દીઓ, સંશોધકો અને ડોકટરોને સાથે લાવવાનું કામ કરે છે, અને તે કેન્સર સામે સંશોધન આગળ વધારવા માટે સમર્પિત છે.
કેન્સર મૂનશોટના લક્ષ્યો
કેન્સર સામેની સજાગતા, રોકથામ, પ્રાથમિક ઓળખ અને સારવારમાં સુધારો.
દર્દીની કેર સુધારવા
નવા સંશોધન અને ડેટા સુધી પહોંચ વધારવી
કેન્સર સારવારમાં નવી પ્રગતિ માટે પ્રોત્સાહન
ભારતનું વિઝન છે વન અર્થ, વન હેલ્થ
150,000 મહિલાઓની દર વર્ષે સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ
જો બાઇડને ક્વાડ શિખર સંમેલનમાં કહ્યું કે સર્વાઇકલ કેન્સર એવું કેન્સર છે જે પ્રાથમિક તબક્કામાં અટકાવી શકાય છે, છતાં દર વર્ષે ઇન્ડો-પેસિફિકમાં 150,000 મહિલાઓ આ કારણથી મરે છે.
PM મોદીનું યોગદાન
PM મોદીએ સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે $7.5 મિલિયનની સહાયની જાહેરાત કરી
40 મિલિયન વેક્સિનનું યોગદાન
મોદીનું વચન છે કે ભારત ઇન્ડો-પેસિફિક દેશોમાં 40 મિલિયન વેક્સિન ડોઝ આપશે, અને રેડિયોથેરાપી સારવારમાં સહયોગ કરશે.
કેન્સર મૂનશોટ પ્રોગ્રામથી ભારતને શું લાભ થશે?
ભારતમાં કેન્સર સંબંધિત મૃત્યુ દર 63% છે. 2025 સુધીમાં કેન્સરના કેસોમાં 13% વૃદ્ધિની સંભાવના છે, અને આ કાર્યક્રમ કેન્સર દર્દીઓ માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.