‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની રાજનીતિને ખાલિસ્તાની વોટ બેંક સાથે જોડવામાં કોઇ કસર છોડી રહ્યા નથી. હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કોઈ નક્કર પુરાવા ન હોવા છતાં કેનેડા સરકારે આ કેસમાં નવું પગલું ભર્યું છે. હવે પ્રાથમિક સુનાવણી વિના ચાર ભારતીય નાગરિકો સામે સીધો ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.કેનેડાની BC પ્રોસિક્યુશન સર્વિસ મુજબ, આ નિર્ણયનો અર્થ એ છે કે કેસ સીધો સુપ્રીમ કોર્ટમાં જશે અને પ્રાથમિક સુનાવણીનો તબક્કો છોડી દેવામાં આવશે.
આ પ્રક્રિયા સામાન્ય રીતે આરોપીને ફરિયાદ પક્ષના સાક્ષીઓની ઊલટતપાસ કરવાની અને કેસની તપાસ કરવાની તક આપે છે, પરંતુ આ નિર્ણય બચાવ પક્ષની તક નકારશે, જે ટ્રાયલ પ્રક્રિયાને વધુ મુશ્કેલ બનાવી શકે છે.કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ આવો નિર્ણય બહુ ઓછા કેસોમાં લેવામાં આવે છે. માહિતી અનુસાર, તેનો નિર્ણય એટર્ની જનરલની જવાબદારી છે અને તે ફક્ત જાહેર હિતના વિશેષ કેસોમાં જ લેવામાં આવે છે. આવા કેસોમાં સાક્ષીઓ અને તેમના પરિવારોની સુરક્ષા અથવા અન્ય સંવેદનશીલ મુદ્દાઓ સામેલ હોઈ શકે છે.
-> કોણ છે આ ચાર ભારતીય આરોપીઓ? :- આરોપીઓમાં કરણ બ્રાર, અમનદીપ સિંહ, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહનો સમાવેશ થાય છે. તેમના પર 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે ખાતેના ગુરુદ્વારામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે આ ચારેયની આ વર્ષે મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ન્યાયિક કાર્યવાહીમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી અને અત્યાર સુધીમાં કેસની સુનાવણી પાંચ વખત સ્થગિત કરવામાં આવી છે. હવે આ કેસની સુનાવણી 11 ફેબ્રુઆરી 2025ના રોજ થવાની છે.
-> ભારત-કેનેડા સંબંધો પર અસર :- કેનેડાના આ નિર્ણયથી ભારત સાથેના સંબંધો વધુ બગડી શકે છે. ટ્રુડો સરકારનો ખાલિસ્તાન તરફનો ઝુકાવ અને પુરાવાના અભાવે મામલાને રાજકીય રંગ આપવાથી દ્વિપક્ષીય સંબંધોમાં કડવાશ વધી રહી છે. ભારત પહેલા જ આ મુદ્દે કડક પ્રતિક્રિયા આપી ચૂક્યું છે અને એવું માનવામાં આવે છે કે હવે કેનેડા સરકારનું આ પગલું વિવાદને વધુ ઘેરો બનાવી શકે છે