દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે આગામી બે દિવસમાં સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આગામી બે દિવસમાં વિધાયક દળની બેઠક મળશે અને નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. આગામી સીએમ પણ આમ આદમી પાર્ટીમાંથી જ હશે.
સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને જનતાને સંબોધતા કહ્યું, “હું જ્યાં સુધી જનતાની અદાલતમાં જીતીશ નહીં ત્યાં સુધી હું સીએમ નહીં બનું. હું ઈચ્છું છું કે દિલ્હીની ચૂંટણી નવેમ્બરમાં થાય. જનતા મને મત આપે. “જો હું જીતીશ, તો હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.
‘અમે ન તો ઝૂકીશું, ન રોકાઈશું કે ન વેચાઇશું – CM કેજરીવાલ
AAP કાર્યકર્તાઓને સંબોધતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, “જનતાના આશીર્વાદથી, અમારી પાસે ભાજપના તમામ ષડયંત્રનો સામનો કરવાની તાકાત છે. અમે ભાજપ સામે ન તો ઝૂકીશું, ન રોકાઈશું કે ન વેચાઈશું.
કેજરીવાલે કહ્યું ભાજપ અમારી ઈમાનદારીથી ડરે છે કારણ કે તેઓ ઈમાનદાર નથી.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, “હું ‘પૈસાથી સત્તા અને સત્તાથી પૈસા’ની રમતનો ભાગ બનવા નથી આવ્યો. બે દિવસ પછી હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ. મને કોર્ટમાંથી ન્યાય મળ્યો છે, હવે જનતાની અદાલતમાં મને ન્યાય મળશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે