Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

કમલા હેરિસ યહુદીઓને નફરત કરે છે, તે ચૂંટણી જીત્યા તો ઇઝરાયેલ ખતમ થઇ જશેઃ ટ્રમ્પ

Spread the love

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ પદના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કમલા હેરિસ યહૂદીઓને નફરત કરે છે. જો તે ચૂંટણી જીતે તો ઈઝરાયેલનો વિનાશ નિશ્ચિત છે. કારણ કે ડેમોક્રેટ્સ હમાસના સમર્થક છે. તેમના મોટા નેતાઓ પેલેસ્ટાઈનના નામે હમાસને પ્રોત્સાહન આપે છે.

ડેમોક્રેટ્સ આંતરરાષ્ટ્રીય નીતિમાં નિષ્ફળ રહ્યા છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું અમેરિકી નેતૃત્વની નબળાઈના કારણે હમાસ દ્વારા બંધકોને હજુ સુધી છોડવામાં આવ્યા નથી. આમાં ઘણા અમેરિકનો પણ સામેલ છે.

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે ડેમોક્રેટ્સ આંતરરાષ્ટ્રીય નીતિમાં નિષ્ફળ રહ્યા છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધને રોકવા માટે અમેરિકાએ બળનો ઉપયોગ કર્યો ન હતો. અફસોસની વાત એ છે કે રાષ્ટ્રપતિ જો બિડેને કોઈપણ ચર્ચા વિના અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ણયોમાં અમેરિકન હિતોને સૌથી ઉપર લેવા જોઈએ.

ભારત માટે ડોનાલ્ડ ટ્રમ્પની શું યોજના છે?

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “ભારતીય અમેરિકનો મારા મોટા સમર્થકો છે. કારણ કે, છેલ્લી ચૂંટણીમાં પણ મને તેમનું સમર્થન મળ્યું હતું. મારી ચૂંટણીમાં ઘણા ભારતીયો પ્રચાર કરી રહ્યા છે. હું તમને ખાતરી આપું છું કે, જો હું રાષ્ટ્રપતિ બનીશ તો ભારતને મારા કરતા વધુ સારો મિત્ર નહીં મળે.અમેરિકન ઈમિગ્રેશન પ્રક્રિયા પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ગેરકાયદેસર ઈમિગ્રેશનને લઈને ઘણા કડક રહ્યા છે.

મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ અમેરિકામાં ભણતા ભારતીયોને ગ્રીન કાર્ડ આપવાની જાહેરાત કરી છે. એટલે કે ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમેરિકામાં સ્થાયી થવાની તમામ સુવિધાઓ મળશે. હકીકતમાં, ઘણા વિદ્યાર્થીઓ અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી હાર્વર્ડ અને એમઆઈટીમાંથી અભ્યાસ કરીને તેમના વતન ભારત પાછા ફરે છે, જેના કારણે અમેરિકાને ઘણું નુકસાન થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.


Spread the love

Read Previous

ઇન્ડિગોની મુંબઇ-દોહા ફ્લાઇટ 5 કલાકથી વધારે મોડી પડતા મુસાફરો હેરાન-પરેશાન

Read Next

અમેરિકા સહિત ચાર દેશો દ્વારા લગાવાયેલા પ્રતિબંધોને લઇને ઇરાનનો રોષ, આપ્યો કંઇક આવો જવાબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram