‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી અભિનેત્રી-સાંસદ કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. તાજેતરમાં જ બોમ્બે હાઈકોર્ટે સેન્સર બોર્ડને ફિલ્મ સર્ટિફિકેશન અંગે વહેલી તકે નિર્ણય લેવા જણાવ્યું હતું. જેના પર 25 સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન સેન્સર બોર્ડે કહ્યંં છે કે ‘ઇમરજન્સી’ રિલીઝ થઈ શકે છે પરંતુ મેકર્સે કેટલીક શરતો સ્વીકારવી પડશે. સીબીએફસીએ ફિલ્મમાં કેટલાક ફેરફારો કરવાનું સૂચન કર્યું છે.
-> સેન્સર બોર્ડના સૂચનો :- ઈમરજન્સી 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ શીખ સંગઠનના વિરોધને કારણે સેન્સર બોર્ડે ફિલ્મને પ્રમાણપત્ર આપ્યું ન હતું. આ કારણે ફિલ્મને મોકૂફ રાખવી પડી હતી અને હજુ સુધી કોઈ નવી તારીખ મળી નથી. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને ફિલ્મની રિલીઝ અંગે વહેલો નિર્ણય લેવા જણાવ્યું હતું. 25 સપ્ટેમ્બરે કોર્ટમાં સુનાવણી દરમિયાન સેન્સર બોર્ડે કહ્યું હતું કે જો ફિલ્મમાં કેટલાક કટ કરવામાં આવે તો તેને રિલીઝ કરી શકાય છે. આ સૂચનો ફિલ્મ બોડીની રિવાઇઝિંગ કમિટીએ આપ્યા છે.
-> મેકર્સે ફેરફાર કરવા પડશે :- ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડે આરોપ લગાવ્યો હતો કે સેન્સર બોર્ડ ગેરકાયદેસર રીતે ‘ઇમરજન્સી’ને બ્લોક કરી રહ્યું છે. આ માટે તેણે કોર્ટને જણાવ્યું કે સેન્સર બોર્ડની રિવાઇઝિંગ કમિટીએ ફિલ્મમાં કેટલાક ફેરફારો સૂચવ્યા છે. આ 11 સૂચિત સુધારાઓમાં કેટલાક કટનો સમાવેશ થાય છે. જો મેકર્સ આ માટે સહમત થાય તો ફિલ્મ રિલીઝ થઈ શકે છે. હવે આ મામલે 30 સપ્ટેમ્બરે સુનાવણી થશે.
-> શું છે વિવાદ? :- તમને જણાવી દઈએ કે ફિલ્મને લઈને મેકર્સ અને કંગના પર ‘સિખ સમુદાયના પાત્રને ખોટી રીતે રજૂ કરવાનો અને ઈતિહાસ સાથે છેડછાડ કરીને તેને ખોટી રીતે રજૂ કરવાનો’ આરોપ છે. આ કારણે પંજાબ, તેલંગાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક સ્થળોએ ‘ઇમરજન્સી’ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી.