ભારતના મંદિરો દેશના સમૃદ્ધ ધાર્મિક વારસાના પ્રતિક છે, જેનો ઇતિહાસ ભવ્ય છે. પ્રાચીન સમયમાં ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવતું હતું, અહીંના મંદિરોમાં સોના અને લીલા રત્નોથી ભરેલો અનેક રહસ્યમય ખજાના હતા, પરંતુ બ્રિટિશ શાસને દેશને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. જો કે આજે પણ ભારતમાં એવા ઘણા મંદિરો છે, જ્યાં દર વર્ષે કરોડો રૂપિયાનું સોના-ચાંદી અને રોકડનું દાન આવે છે. આવો જાણીએ ભારતના આવા કેટલાક સમૃદ્ધ મંદિરો વિશે.
-> પદ્મનાભ સ્વામી મંદિર :- ભારતના સૌથી ધનિક મંદિરોની યાદીમાં પ્રથમ સ્થાન કેરળના ત્રિવેન્દ્રમ સ્થિત પદ્મનાભ સ્વામી મંદિરનંુ આવે છે. મંદિરના ખજાનામાં હીરા, સોનાના આભૂષણો અને સોનાથી બનેલા શિલ્પોનો સમાવેશ થાય છે. આ મંદિર ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે મંદિરના 6 દરવાજા ખોલવામાં આવ્યા અને તેમાં લગભગ 20 બિલિયન ડૉલરનો ખજાનો મળી આવ્યો, જેમાં સોનું, હીરા અને કિંમતી આભૂષણો હતા.
-> દાન :- અહેવાલો અનુસાર, અહીં વાર્ષિક સરેરાશ 1000 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું દાન આવે છે. વર્ષ 2023માં મંદિરની કુલ સંપત્તિ 1,20,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
-> તિરુપતિ બાલાજી મંદિર :- દેશનું બીજું સૌથી ધનિક મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે, આ મંદિર એટલે તિરુપતિ બાલાજી મંદિર. અહીં ભગવાન શ્રી વેંકટેશ્વર બિરાજમાન છે.
-> દાન :- રિપોર્ટ અનુસાર અહીં દર વર્ષે લગભગ 650 કરોડ રૂપિયાનું દાન આવે છે. મંદિરની કુલ સંપત્તિ 10 ટનથી વધુ સોનું અને 15900 કરોડ રૂપિયાની રોકડ છે.આ મંદિરની બીજી એક આવકની વાત કરી તો અહીં આવતા લાખ્ખો ભક્તો પોતાના વાળ અહીં ભગવાનને અર્પણ કરતા હોય છે, આ વાળની હરાજી થાય છે, જેમાંથી મંદિરને પ્રતિવર્ષ સરેરાશ 150 કરોડ રૂપિયાની આવક થાય છે.
-> વૈષ્ણો દેવી મંદિર :- વૈષ્ણો દેવી મંદિર ભારતના જમ્મુમાં સ્થિત છે.કરોડો લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે તેનો સમાવેશ ભારતના સૌથી ધનિક મંદિરોમાં થાય છે.
-> દાન :- એક રિપોર્ટ અનુસાર, અહીંના શ્રાઈન બોર્ડને ભક્તોના દાનમાંથી વાર્ષિક 500 કરોડ રૂપિયાની આવક થાય છે
-> શિરડી સાંઈ બાબા :- મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિરની ગણના દેશના સૌથી ધનિક મંદિરોમાં થાય છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અહીં ભક્તો વિદેશી ચલણની સાથે સોના, ચાંદી, હીરાનું દાન કરે છે.
-> દાન :- આ મંદિમાં દર વર્ષે સરેરાશ 480 કરોડ રૂપિયાનું દાન આવે છે. મંદિરની સંપત્તિમાં 380 કિલો સોનું, 4428 કિલો ચાંદી, ડોલર, પાઉન્ડ જેવી મોટી માત્રામાં વિદેશી ચલણ અને 1800 કરોડ રૂપિયા છે.
-> સિદ્ધિવિનાયક મંદિર :- મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર દેશના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને બિઝનેસ ટાયકૂન અહીં દર્શન માટે આવે છે. આ મંદિરમાં 3.7 કિલો સોનાનું આવરણ છે.
-> દાન :- રિપોર્ટ અનુસાર, દર વર્ષે આ પ્રસિદ્ધ મંદિરમાં સરેરાશ 125 કરોડ રૂપિયાનું દાન આવે છે.
-> મીનાક્ષી મંદિર :- દક્ષિણ ભારતના મદુરાઈમાં સ્થિત મીનાક્ષી મંદિર દેશના તે પ્રખ્યાત મંદિરોમાંનું એક છે જ્યાં દરરોજ 20-30 હજાર ભક્તો દર્શન માટે આવે છે.
-> દાન :- દાનમાંથી મંદિરની વાર્ષિક આવક લગભગ 6 કરોડ રૂપિયા છે.