‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
રાજધાની દિલ્હીમાં આજે નવા મુખ્યમંત્રી તરીકે આતિશી શપથ ગ્રહણ કરશે. આતિશી લગભગ 4:30 વાગ્યે સીએમ તરીકે શપથ લેશે. આ સાથે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની સાથે 5 મંત્રીઓ પણ શપથ લેશે. આતિશીની કેબિનેટમાં ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતનો સમાવેશ થશે.દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલે રાજીનામાની જાહેરાત કર્યા બાદ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં આતિશીના નામને મંજૂરી આપવામાં આવી હતી. આતિશી અગાઉની કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી હતા.
હવે શનિવારે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસમાં પણ શપથગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.આતિશી માર્લેનાનો જન્મ દિલ્હીમાં 8 જૂન 1981ના રોજ દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજય સિંહ અને ત્રિપતા વાહીના ઘરે થયો હતો. તે પંજાબી પરિવારમાંથી આવે છે. કેટલાક લોકો કહે છે કે તેમના પિતાએ તેમને આતિશી માર્લેના નામ આપ્યું હતું. ‘માર્ક્સ’ અને ‘લેનિન’માંથી લીધેલા કેટલાક અક્ષરોને જોડીને તેમણે આ નામ પસંદ કર્યું હતું. વર્ષ 2019 ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, આતિશીએ તેના નામમાંથી માર્લેના શબ્દ કાઢી નાખ્યો કારણ કે તેનાથી તેઓ ખ્રિસ્તી હોવાનો ભ્રમ થતો હતો.
જો કે, પંજાબી રાજપૂત પરિવારમાં જન્મેલી આતિશી હવે સોશિયલ મીડિયા પર પોતાનું નામ આતિશી આપ લખે છે. આતિશીના શિક્ષણ વિશે વાત કરીએ તો, તેનું સ્કૂલિંગ નવી દિલ્હીના પુસા રોડ પર આવેલી સ્પ્રિંગડેલ્સ સ્કૂલમાં થયું હતું. તેમણે વર્ષ 2001માં દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજથી સ્નાતક પૂર્ણ કર્યું અને પછી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી આગળનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો કરીને ભારત પરત ફર્યા બાદ, આતિશીએ આંધ્રપ્રદેશની ઋષિ વેલી સ્કૂલમાં થોડો સમય કામ કર્યું અને બિન-સરકારી સંસ્થા, સંભાવના ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પોલિસી સાથે પણ જોડાયા હતા.
આતિશીને કેજરીવાલના સાથી અને વિશ્વાસુ માનવામાં આવે છે. અણ્ણા આંદોલનના સમયથી તેઓ કેજરીવાલની સાથે છે. તેમણે સરકારમાં વધુમાં વધુ મંત્રાલયો પણ સંભાળ્યા હતા અને કેજરીવાલ જેલમાં ગયા ત્યારથી તેઓ પક્ષ અને સરકાર સાથે સંબંધિત મોટાભાગના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા રહ્યા છે. મંત્રી બનતા પહેલા આતિશીએ પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાના શિક્ષણ માટે સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું.