Breaking News :

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 આતંકી ઠાર

“માત્ર હાઈકમાન્ડ જ…” : DMK સાથે તામિલનાડુની સત્તાની વહેંચણી પર કોંગ્રેસ

અમદાવાદના પીપલાજ ખાતે AMCના વેસ્ટ ટુ પાવર જનરેશન પ્લાન્ટનું ઉદઘાટન

“જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ”: જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હુમલા પર રાજનાથ સિંહ

ગુજરાતમાં બેસતુ વર્ષ કેમ ઉજવાય છે ? જાણો પૌરાણિક મહત્વ

શહેરમાં જંગલી હાથીઓ દ્વારા માણસની હત્યા કરવામાં આવી જ્યાં 3 દિવસમાં 10 ટસ્કર્સના મોત થયા

J&Kના શ્રીનગરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો

સલમાન ખાનની એક્સ સોમી અલીનો દાવો છે કે તેને 1990ના દાયકામાં અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી હતી

ઓડિશાના સુંદરગઢમાં ગાઢ ધુમ્મસના કારણે પિક-અપ વાન ટ્રેલરમાં ઘૂસી જતાં 6નાં મોત, 5 ગંભીર

02 November રાશિફળ : આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવા વર્ષની ઉજવણી કરી. પરિવાર અને કાર્યકરો સાથે નવા વર્ષની ઉજવણી કરી.

Spread the love

આજે નૂતન વર્ષના પ્રારંભે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના થલતેજ ખાતે પોતાના નિવાસસ્થાને નવા વર્ષની લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. આ ઉપરાંત અમિત શાહે તમામ કાર્યકરોનું અભિવાદન ઝીલી શુભકામના પાઠવી છે. તેમજ અમિત શાહની પ્રધાનો, ધારાસભ્યો અને પક્ષના નેતા અને કાર્યકરો સાથે ઉજવણી કરી છે.

ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો થલતેજ ખાતે નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહ મંત્રીને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતાં. વ્હીલ ચેર પર શુભેચ્છા પાઠવવા આવેલા કાર્યકર્તાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સામેથી શુભેચ્છા પાઠવવા માટે ગયા હતા.

તો બીજ તરફ આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાનના દર્શન સાથે દિવસનો પ્રારંભ કર્યો હતો.મુખ્યપ્રધાન ગાંધીનગરના સેક્ટર-22 સ્થિત પંચદેવ મંદિરે દર્શને પહોંચ્યા હતા.અહીં પંચદેવના દર્શન કરી તેમણે આરતી ઉતારી હતી. મુખ્યપ્રધાને તમામ નાગરિકોને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. તેમજ નવું વર્ષ ખૂબ જ સારું જાય તે માટે તેમણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અડાલજ ખાતે સ્થિત ત્રિમંદિરમાં પણ દર્શને પહોંચ્યા હતા. ઉલ્લેખનીય દર વર્ષે મુખ્યપ્રધાન અહીં દર્શને આવતા હોય છે. ત્યારે આજે પણ નવા વર્ષના પ્રારંભે તેમણે અહીં આશીર્વાદ લીધાં હતા.ત્રિમંદિરમાં પ્રસ્થાપિત શ્રીસિમંધર સ્વામી સહિત વિવિધ પ્રતિમાઓના દર્શન કર્યા હતા.


Spread the love

Read Previous

ગુજરાતમાં બેસતુ વર્ષ કેમ ઉજવાય છે ? જાણો પૌરાણિક મહત્વ

Read Next

“જડબાતોડ જવાબ આપી રહ્યા છીએ”: જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના આતંકવાદી હુમલા પર રાજનાથ સિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram