T-20 World Cup 2023: પાકિસ્તાનની ટીમ જાહેર, ખતરનાક ખેલાડીની વાપસી, જાણો કોણ કરશે કેપ્ટનશીપ

પાકિસ્તાને આવતા વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનારા T-20 વર્લ્ડ કપ માટે પણ પોતાની મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ફેબ્રુઆરીમાં યોજાનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વર્લ્ડ કપ માટેની ટીમમાં દિગ્ગજ ફાસ્ટ બોલર ડાયના બેગનું પુનરાગમન થયું છે, જ્યારે બિસ્માહ મારૂફને કેપ્ટન્સી સોંપવામાં આવી છે.
બિસ્માહ મારૂફ T-20 વર્લ્ડ કપનું નેતૃત્વ કરશે
બિસ્માહ મારૂફ T-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે વિકેટકીપર મુનીબા અલી રહેશે. વર્લ્ડકપ માટેની પાકિસ્તાનની ટીમમાં ગુલામ ફાતિમા, કૈનત ઇમ્તિયાઝ અને સદાફ શમ્સને રિઝર્વ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ડાયના બેગની પાકિસ્તાનની ટીમમાં વાપસી
પાકિસ્તાનની લેજન્ડરી ખેલાડી ડાયના બેગની ટીમમાં વાપસી થઈ છે. તાજેતરમાં જ આયર્લેન્ડ સામે પૂરી થયેલી મર્યાદિત ઓવરોની શ્રેણીમાં તે ટીમનો ભાગ નહોતી. ખભાની ઈજાના કારણે તે આયર્લેન્ડ સામે રમી શકી નહતી, જોકે ઓસ્ટ્રેલિયા સિરીઝની સાથે જ T -20 વર્લ્ડ કપ માટેની ટીમમાં પણ તેનું પુનરાગમન થયું છે.
T-20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ આ પ્રકારે છે:
બિસ્માહ મારૂફ (કેપ્ટન), અમન અનવર, આલિયા રિયાઝ, આયેશા નસીમ, ડાયના બેગ, ફાતિમા સના, જવેરિયા ખાન, મુનીબા અલી (વિકેટકીપર), નસરા સંધુ, નિદા ડાર, ઓમાઇમા સોહેલ, સાદિયા ઇકબાલ, સિદ્રા અમીન, તુબા હસન, સિદ્રા નવાઝ (વિકેટકીપર).
રિઝર્વ પ્લેયર્સ - ગુલામ ફાતિમા, કૈનાત ઇમ્તિયાઝ અને સદાફ શમ્સ.
દક્ષિણ આફ્રિકામાં યોજાશે T-20 વર્લ્ડ કપ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે તાજેતરમાં જ આવતા વર્ષના પ્રારંભે યોજાનારા Women's T-20 વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી દીધી નથી. વર્લ્ડ કપનું આયોજન 10 થી 26 ફેબ્રુઆરી દરમિયાન થશે. તેનું આયોજન દક્ષિણ આફ્રિકા દ્વારા કરવામાં આવ્યું છે.
🚨 Pakistan announce squads for Australia series and ICC Women's T20 World Cup 🚨
— Pakistan Cricket (@TheRealPCB) December 14, 2022
Read more ➡️ https://t.co/SA2itZFVPr#T20WorldCup pic.twitter.com/i6JkPrjySW