If you make a false announcement on social media, you can be fined a lot. જો તમે સોશિયલ મીડિયા પર ખોટી જાહેરાત કરો છો, તો તમને ઘણો દંડ થઈ શકે છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માટે સરકાર દ્વારા એક નવો કાયદો બનવામાં આવ્યો છે. જે કાયદામાં 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જેનાથી ઘણા લોકો પ્રભાવિત થતા હોય છે તેને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કહેવામાં આવે છે.
સાવધાન,આવી ગયો છે સરકારનો નવો નિયમ
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર લોકોને પ્રભાવિત કરવા માટે ફેસબુક,ટ્વિટર,ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો પર પોતાનો કન્ટેન્ટ શેર કરતા હોય છે. સોશિયલ મીડિયાની જાહેરાતો સાચી અને ગેરમાર્ગે દોરનારી નથી તેની ખાતરી કરવા માટે સરકારે નવો કાયદો પસાર કર્યો છે.
એક અહેવાલ અનુસાર, ભારતમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનું બજાર 2025 સુધીમાં 20 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 2,800 કરોડ સુધી પહોંચી જશે તેવો અંદાજ છે.
દંડની મોટી રકમના કારણે જાહેરાતો બનાવવાના ભાવ વધશે ?
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માટે નવો નિયમ બનાવવામાં આવ્યો છે.
નવા નિયમ અનુસાર, જો કોઈ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કોઈપણ સામગ્રી અથવા કન્ટેન્ટનો ખોટી રીતે અથવા ગેરમાર્ગે લઇ જતી જાહેરાત કરે છે, તો 50 લાખ રૂપિયા સુધીના દંડનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે, પ્રથમ વખત આ દંડ 10 લાખ રૂપિયા છે, પરંતુ આ ભૂલ જો સતત થશે તો તેના માટે આ દંડની રકમ 50 લાખ જેટલી ભરવી પડી શકે છે.
ખોટી જાહેરાતો અટકશે !
નવો કાયદો કહે છે કે જો તમે કોઈ વસ્તુનો પ્રચાર કરી રહ્યા હોવ તો તમારે લોકોને જણાવવું પડશે કે તમારી જાહેરાતના બદલામાં તમને કોઈ પૈસા કે અન્ય પ્રકારનો લાભ મળ્યો છે કે કેમ. સામાન્ય જનમાનસ એવું જ સમજે છે કે જો કોઈ મોટી સેલિબ્રિટી કોઈ વસ્તુનું પ્રમોશન કરે છે તો તે વસ્તુની ગુણવત્તા યોગ્ય જ હશે.