અમદાવાદથી ગોવા જતી ફ્લાઈટમાં ખામી સર્જાતા 60 મુસાફરોને હાલાકી

છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ફ્લાઈટમાં ખરાબીની ઘટનાઓ સામે આવી રહી છે. આ સાથે અમદાવાદથી ગોવા જતી ફ્લાઈટમાં પણ ખરાબીની ઘટના સામે આવી હતી.
તેમજ ટેકનીકલ ખામીના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફ્લાઇટમાં ખામી સર્જાતા 60 મુસાફરોને હાલાકી
કઈ ફ્લાઇટમાં આવી ખામી છે?
89 સીટર બોમ્બાર્ડિયર ક્યૂ-400 સિરીઝના વિમાનોમાં ખામી સર્જાઈ હતી. આ ફ્લાઈટમાં ખામી સર્જાતા કુલ 60 મુસાફરો અટવાયા હતા. વિમાનમાં ખરાબી થવાના કિસ્સામાં કંપનીએ રિફંડ આપ્યું છે.
આ સાથે મુસાફરોની કિંમતમાં 6000 રૂપિયાનો વધારો થયો હતો. તેને બીજી ફ્લાઇટ લેવાની હતી.