ગુજરાતમાં વધુ એક જિલ્લામાં H3N2 વાયરસનો કેસ મળી આવ્યો છે.

અમદાવાદઃ ગુજરાતમાં H3N2 વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. ભાવનગરના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર H3N2 વાયરસના કારણે એક મહિલાનું મોત થયા બાદ વડોદરામાં H3N2નો વધુ એક કેસ સામે આવ્યો છે. ભાવનગરમાં H3N2નો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ ગઈ હતી.
જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેના પરિવારજનોના ટેસ્ટ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. હાલમાં રાજ્યમાં એચ 1 એન 1 ના 77 કેસ છે. જ્યારે H3N2ના ચાર કેસ છે.
એચ 3 એન 2 વાયરસને કારણે તે રાજ્યમાં પ્રથમ મૃત્યુ હતું. વડોદરાના ફતેગંજ વિસ્તારની 58 વર્ષીય મહિલાનું H3N2ના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું.