Dark Mode
Image
  • Wednesday, 08 May 2024

ગુજરાતના પ્રવાસે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પોરબંદરથી કરશે પ્રચારની શરૂઆત

ગુજરાતના પ્રવાસે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પોરબંદરથી કરશે પ્રચારની શરૂઆત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે.. તેઓ પોરબદર લોકસભા માટે જામકંડોરણાથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. અહીં તેમની સાથે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જોડાશે. ત્યાર બાદ બપોરે 2 વાગ્યે ભરૂચ લોકસભા બેઠક માટે અંકલેશ્વર-રાજપીપળા હાઈવે પર એક જંગી સભાને સંબોધન કરશે. જ્યાં તેમની સાથે મનસુખ વસાવા જોડાશે. સાંજે 4 વાગ્યે ગોધરામાં વિજય સંકલ્પ સભાને સંબોધન કરશે.

 


--ગુજરાત ભાજપમાં જબરજસ્ત ઉત્સાહ

 

લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું 7 મેં ના રોજ મતદાન યોજાનાર છે. એ જ તારીખે ગુજરાતની સુરત સિવાયની તમામ 25 બેઠકો પર મતદાન યોજાવવાનું છે. ત્યારે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ-તેમ દિગ્ગજ નેતાઓ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે..અમિત શાહની ગુજરાત મુલાકાતને લઇને ગુજરાત ભાજપમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

 


--ગોધરામાં વિજય સંકલ્પ સભા

 

આજે ગોધરાના છબનપુર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિશાળ જનસભાને સંબોધશે. જેને લઈ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગોધરાની સભામાં પંચમહાલ લોકસભા મતવિસ્તારમાંથી 25 હજાર જેટલી જનમેદની ઉમટી પડશે તેવું મનાઇ રહ્યું છે.. સાથેજ વિજય સંકલ્પ સભામાં કોંગ્રેસના 72 જેટલા આગેવાનો અને કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!