Dark Mode
Image
  • Monday, 20 May 2024

દાહોદમાં બૂથ કેપ્ચરિંગ મુદ્દે કોંગ્રેસના પ્રહાર

દાહોદમાં બૂથ કેપ્ચરિંગ મુદ્દે કોંગ્રેસના પ્રહાર

દાહોદમાં બૂથ કેપ્ચરિંગ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ.મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે.. તેમણે માત્ર આ એક જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાએ આવી ઘટનાઓ બની હોવાનો આક્ષેપ કર્યો છે. કેટલાક પોલિંગ આફિસર અને કેટલાક પોલીસકર્મીઓને આ માટે જવાબદાર ગણાવ્યા.. સાથેજ કહ્યું કે ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપના નેતાના પુત્રએ મતદારો પાસેથી મત આપવાનો અધિકાર છીનવ્યો છે. મનિષ દોશીએ કહ્યું કે જે અધિકારીએ ભાજપનું કામ કર્યું છે, જે પોલીસ કર્મીઓએ ભાજપનું કામ કર્યુ છે તેમણે પોતાનું કામ છોડીને ભાજપમાં જોડાઈ જવું જોઈએ" મનિષ દોશીએ માંગ કરી કે આવું માત્ર એક બુથ પરજ નથી થયું પરંતુ દાહોદ બેઠક પર અનેક બુથોમાં થયું છે.. માટે આ બેઠક પર ફરીથી મતદાન કરાવવું જોઇએ.

 

મહત્વપૂર્ણ છે કે મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દાહોદ લોકસભા બેઠક પર સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હોવાની ફરીયાદ નોંધાઇ છે.. કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભા તાવિયાડે ફરીથી મતદાન કરાવવા માટે માંગ કરી છે. પ્રભા તાવિયાડે કહ્યુ હતું કે બૂથ કેપ્ચરિંગનો વીડિયો અમારા ધ્યાને આવ્યો છે.અમારા કાર્યકર્તાઓએ આ ઘટના અંગે ધ્યાન દોર્યું છે. તેમણે કહ્યું કે બૂથ કેપ્ચરિંગની ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ.અધિકારીઓએ આ મામલે તપાસ કરી પગલા લેવાનું કહ્યું છે. પ્રભા તાવિયાડે કહ્યું કે જે લોકો બુથ કેપ્ચરિંગમાં સંડોવાયેલા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ.

 

જો કે આ મામલે કલેક્ટરે જે નિવેદન આપ્યુ છે તેની વાત કરીએ તો કલેકટરે કહ્યું કે તેમને ફરીયાદીએ વ્હોટ્સએપથી વીડિયો મોકલ્યો છે. આ વીડિયો ફરીયાદીએ સંતરામપુર બાજુનો હોવાનું કહ્યું છે. જે બાદ આ વીડિયો સંતરામપુરના ARO ને વેરીફાઇ કરવા માટે મોકલ્યો છે. તપાસમાં જે સામે આવશે તે ચૂંટણીપંચને મોકલીશું, અમને ઔપચારિક રીતે આવી કોઇ માહિતી મળી નથી. તેમણે કહ્યું કે બીજી વખત મતદાન કરવાની સત્તા ચૂંટણીપંચની હોય છે"આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે "પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરીમાં આ પ્રકારનો કોઇ ઉલ્લેખ નથી મહીસાગર પોલીસ તંત્ર અને DEO પણ પોતાની રીતે તપાસ કરી રહ્યાં છે"

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!