Dark Mode
Image
  • Sunday, 19 May 2024

કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમા 10 નવા જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી

કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમા 10 નવા જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીએ આજે ગુજરાતના 10 જિલ્લાઓ માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોના નામની જાહેરાત કરી છે.કોંગ્રેસના મહામંત્રી કે.સી.વેણુગોપાલના પત્ર મુજબ રાજકોટના જિલ્લા સમિતિના પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂંક કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ભરત જે.અમીપરાની જાહેરાત કરવામાં આવી છે. હિમમંતસિંહ પટેલને અમદાવાદ જિલ્લા સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 

 

જ્યારે જશપાલસિંહ પઢિયારને વડોદરા કોંગ્રેસ સમિતિના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.પ્રતાપ દુધાત હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે, ચેન્તનસિંહ પરમાર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના વડા તરીકે અને ચંદ્રશેખર ધાબીને ખેડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિનુભાઈ કાશીભાઈ સોલંકીને આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.પ્રફુલ્લ પટેલ અને મુકેશ પટેલને અનુક્રમે નર્મદા અને ડાંગના જિલ્લા સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!