આસામમાં સૌથી વધુ તો મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન નોંધાયા
દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 11 રાજ્યની 93 લોકસભા બેઠક પર સરેરાશ 64.08 ટકા મતદાન નોંધાયું છે. આસામમાં સૌથી વધુ 75 ટકા તો મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 53 ટકા મતદાન નોંધાયું છે. બિહારમાં 56.41 ટકા,છત્તીસગઢમાં 66.92 ટકા, ગોવામાં 72.98 ટકા નોંધાયું છે.
પ.બંગાળમાં 73.93 ટકામ મતદાન નોંધાયું. દાદરાનગર હવેલી, અંડમાન અને દીવમાં 65.23 ટકા મતદાન નોંધાયું ..ગુજરાતમાં 55.83 ટકા, કર્ણાટકમાં 66.26 ટકા અને મધ્યપ્રદેશમાં 62.48 ટકા મતદાન નોંધાયું છે..જ્યારે ઉત્તર પ્રદેશમાં 56.23 ટકા મતદાન નોંધાયું છે.
ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજોના ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયા છે. મહત્વપૂર્ણ છે કે લોકોસભાના પહેલા તબક્કાના મતદાનમાં 66.14 ટકા અને બીજા તબક્કાના મતદાનમાં 66.71 ટકા મતદાન નોંધાયું હતું
Comment / Reply From
You May Also Like
Popular Posts
Newsletter
Subscribe to our mailing list to get the new updates!